By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: India Plan B on Tariff: ટ્રમ્પના ટેરિફ પર મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો શું છે PMનો પ્લાન B?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

India Plan B on Tariff: ટ્રમ્પના ટેરિફ પર મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો શું છે PMનો પ્લાન B?

AgraGujarat Rajkot
Last updated: 2025/12/02 at 2:46 AM
4 months ago
Share
India Plan B on Tariff: ટ્રમ્પના ટેરિફ પર મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો શું છે PMનો પ્લાન B?
SHARE

Contents
અમેરિકાને મળ્યો જડબાતોડ જવાબ શું છે ભારતનો પ્લાન B?

ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. જે કારણે તેની ગતિ અવરોધવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું ષડયંત્ર કર્યું હતું. જેમાં ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. જેકો વડાપ્રધાન મોદીએ તેમના આ ષડયંત્રને પોતાના પ્લાન બીથી ફેલ કરી દીધું છે, અને ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરી છે. બીજી ત્રીમાસિક જીડીપીના આંકડા ટ્રમ્પના ષડયંત્રને જડબાતોડ જવાબ છે.જોકે ટ્રમ્પના ટેરિફનો પ્રભાવ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે, તેમ કહેવું થોડી ઉતાવળ હશે.

આશા કરતા પણ વધારે નાણાકીય વર્ષની બીજી ત્રીમાસિક દરમિયાન ભારતનો જીડીપી વિકાસ દર 8.2 ટકા રહ્યો છે. કારણ કે, RBI દ્વારા જીડીપી ગ્રોથનું અનુમાન 6 ટકા લગાવવામાં આવ્યું હતું. જ્યારે રેટિંગ એજન્સી દ્વારા 7 થી 7.6 ટકા વચ્ચે જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એટલે કે ભારત પોતાની અર્થવ્યસ્થા સુધારવા માટે દરેક પાસા પર કામ કરે છે. આ સાથે બીજા ત્રીમાસિક દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં 9.1 ટકા અને બાંધકામ ક્ષેત્રમાં 7.2 ટકા ઉછાળો જોવા મળ્યો છે.

અમેરિકાને મળ્યો જડબાતોડ જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વિકાસ યાત્રા રોકવા માટે 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પને હતું કે, આનાથી ભારત ઝુકી જશે અને અમેરિકાના દબાણમાં આવીને તેમના નિર્ણયનો અમલ કરશે. જોકે, આવું કશું થયું નહીં. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારતની અર્થવ્યવસ્થાને ડેડ ઈકોનોમી પણ કહી હતી. ભારતે પોતાના પ્લાન B દ્વારા ટ્રમ્પની ટેરિફ ચાલ નિષ્ફળ બનાવી અને બીજી ત્રીમાસિકમાં જીડીપી ગ્રોથમાં વધારો નોંધાવ્યો છે.

શું છે ભારતનો પ્લાન B?

ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આવામાં કોઈપણ વસ્તુનું વેચાણ કરવા માટે ભારતમાં બહોળો ગ્રાહક વર્ગ મળે છે. જે કારણે ભારતીય બજારોમાં પ્રવેશ મેળવાની ઈચ્છા દરેક વ્યાપારીની હોય છે. ભારત પાસે ડિમાન્ડ પાવર છે. માંગ ભારતની સૌથી મોટી તાકાત છે. અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાના કારણે 50 ટકા ટેરિફ લગાવ્યો હતો, તે દિવસથી જ ભારતે પોતાના પ્લાન Bની અમલવારી માટે તૈયારી શરૂ કરી દીધી હતી.

ટેરિફની અસર ઓછી કરવા માટે ભારતે ડોમેસ્ટિક ડિમાન્ડ, ઈન્વેસ્ટમેન્ટ અને પોલિસી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંતર્ગત ભારતે આવકવેરાની મર્યાદા 12 લાખ સુધીની કરી હતી.આ વચ્ચે ઘરેલુ વપરાશ, બાંધકામ અને સર્વિસ ક્ષેત્રોની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો હતો. જે કારણે ટેરિફની અસર જીડીપીમાં ઓછી થઈ શકે. સરકારે વપરાશ, કેપેક્સ અને રિફોર્મ પર વધારે કામ કર્યું, જેનાથી ટેરિફની અસર ઘટી ગઈ હતી. જેને તમે ભારતનો પ્લાન B પણ કહી શકો છે.

આ માટે ભારત સરકાર દ્વારા બે રીતે કામ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ઘરેલુ માગ જાળવી રાખી અને રોકાણને પ્રત્સાહન આપ્યું. અમેરિકાના ટેરિફથી નિકાસ સેક્ટર પ્રભાવિત થયા છે, અને તેનો પ્રભાવ હજૂ પણ જોવા મળી રહ્યો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ સેક્ટરમાં વધારાના કારણે GDP ગ્રોથ રેટમાં વધારો થયો છે. ઈકોનોમી પર પ્રભાવ ઓછો કરવા માટે વ્યાજ દરો અને જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેનાથી ઘરેલું માંગમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ભારતનો કૂલ નિકાસ 6.75 ટકા વધ્યું છે. જ્યારે અમેરિકામાં મોકલવામાં આવેલા સામાનમાં 11.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દર્શાવે છે કે, ભારતે અમેરિકા પર વેપાર નિર્ભરતા ઘટાડીને અન્ય દેશોના બજારમાં પોતાની પહોંચમાં વધારો કર્યો છે. રેટિંગ એજન્સી મુડીસના રિપોર્ટની વાત કરવામાં આવે, તો અમેરિકા દ્વારા ભારતીય પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પણ પોતાના નિકાસમાં વધારો કરવામાં સફળ રહ્યું છે. ભારત દ્વારા અમેરિકાના વિકલ્પરૂપે 50 દેશો સાથે વાટાઘાટો માટે ચર્ચા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 85,641 અંકે બંધ

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગાંધીનગર

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

Editor By Editor 3 days ago
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?