SpaceXની સીઇઓ એલોન મસ્કે આપેલા એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરતા કહ્યુ કે તેમણે પોતાના એક દિકારનુ નામ નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખ્યુ છે. ઝિલિસ અને મસ્કને 4 બાળકો છે.તેમના પાર્ટનર શિવોન ઝિલિસ અડધા ભારતીય છે તેના કારણે ભારત પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો. ઝિલિસ મસ્કની માલિકીની કંપની ન્યુરાલિંકમાં ‘ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ’ના ડિરેક્ટર છે.
મસ્કે કેમ આ નામ રાખ્યુ?
મસ્કે જિરોધાના સહ સંસ્થાપક નિખિલ કામથના એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે ઝિલિસ દ્વારા મને એક દિકરો છે. જેનુ નામ મે ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખ્યુ છે. એસ ચંદ્રશેખર એક ભારતીય-અમેરિકી ખગોળ ભૌતિક વૈજ્ઞાનિક હતા. જેમણે તારાની સંરચના અને વિકાસ માટે મહત્વપૂર્ણ ભૌતિક પ્રક્રિયાઓ પર તેમના સૈદ્ધાંતિક અભ્યાસ માટે 1983માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ઝિલિસ વિશે મસ્કે કહ્યુ કે,….
મસ્કે ઝિલિસ વિશે વાત કરતા કહ્યુ કે ઝિલિસ ભારતમાં રહી છે. પરંતુ તે નાની હતી ત્યારે જ તેને એડોપ્ટ કરી હતી અને તે કેનેડામાં મોટી થઇ છે. તેમણે તેના વિશે કહ્યુ તે મને લાગે છે કે તેમના પિતા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ અર્થે આવ્યા હતા, અથવા કઇક કામ અર્થે..સામાન્ય રીતે વધારે જાણકારી આ વિશે મારી પાસે નથી પરંતુ તેને એડોપ્ટ કરી છે.
મસ્કે ભારતીય વ્યાવસાયિકોની પ્રશંસા કરી
એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતીય વ્યવસાયિકોની ભૂમિકાના પેટ ભરીને વખાણ કર્યા. તેમણે કહ્યુ કે મારૂં માનવુ છે કે અમેરિકાને પ્રતિભાશાળી ભારતીયો દ્વારા ખૂબ જ લાભ થયો છે. H-1B વિઝા પર બોલતા તેમણે કહ્યું, એ કહેવું વ્યાજબી રહેશે કે H-1B કાર્યક્રમનો થોડો દુરુપયોગ થયો છે.જોકે તેમણે એમ પણ કહ્યું, “મને નથી લાગતું કે આપણે H-1B વિઝા કાર્યક્રમને બંધ કરવો જોઈએ. મને લાગે છે કે તે કરવું ખરેખર ખરાબ હશે.
આ પણ વાંચોઃ શેખ હસીનાને લાગ્યો વધુ એક ઝટકો, જમીન કૌભાંડ મામલે ઢાકા કોર્ટે સંભળાવી સજા


