સુરેન્દ્રનગર SOG ટીમે દસ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર રહેલ હત્યાના આરોપી બુટા જોગાભાઈ બોળીયા ભરવાડને ઝડપી પાડ્યો છે. આરોપી સાયલા પોલીસ સ્ટેશનના કલમ 302 હેઠળ વોન્ટેડ હતો.
ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની વિશેષ ઝુંબેશ
રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલૂની સૂચના મુજબ, ગુનાઓની શોધખોળ અને ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, SOG સ્ટાફના પીએસઆઇ આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી.
નિયમિત રીતે જેલમાં હાજર ન રહેતા ફરાર થયો
બાતમી મુજબ, બુટા જોગાભાઈ બોળીયા ભરવાડ, રહેવાસી ગોસળ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા જેલમાં કેદી હતો (કેદી નં. 13/16) અને 30 જાન્યુઆરી, 2016ના રોજ વચગાળાના જામીન પર છૂટ્યો. ત્યારબાદ તે નિયમિત રીતે જેલમાં હાજર ન રહેતા ફરાર થયો હતો.
વડતાલ ખાતે રાજનગર ગામના રેલ્વે પાટા નજીક રહેતો હતો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ અને અમરાવતી જેવા વિસ્તારોથી ફરતો હતો. હાલમાં તેનો પરિવાર ખેડા જિલ્લાના વડતાલ ખાતે રાજનગર ગામના રેલ્વે પાટા નજીક રહેતો હોવાનું જાણવા મળ્યું. માહિતીના આધારે પોલીસે છુપાયેલ આરોપીને પકડ્યો. પૂછપરછમાં તેણે દસ વર્ષથી ફરાર રહેતા હોવાનું કબૂલ્યું.
આ પણ વાંચો— Vadodara : શહેરના ટ્રાફિક જંકશનો પર વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિકના ફ્લો અંગેનો ડ્રોનથી સર્વે શરુ કરાયો


