નવેમ્બર 2025ની સિદ્ધિઓ જેમાં સર્વોત્તમ માલવહન આવક: મંડળે ₹628.68 કરોડની ઉત્તમ માલવહન આવક (Goods Revenue) હાંસલ કરી છે. આ નાણાકીય વર્ષના નવેમ્બર 2025 મહિનામાં અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન છે, જે નવેમ્બર 2024ની માલવહન આવક ₹554.65 કરોડ કરતાં 13.35% વધુ છે. OCH (અન્ય કોચિંગ આવક) માં મહત્વપૂર્ણ વધારો: અન્ય કોચિંગ (OCH) રાજસ્વ ₹25.50 કરોડ રહી, જે ગયા વર્ષે નવેમ્બર 2024 ની OCH રાજસ્વ ₹16.20 કરોડથી 57.41% વધુ છે.
મુસાફર ટ્રાફિકમાં વધારો:
નવેમ્બર 2025 માં મંડળમાંથી 34.90 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જેના પરિણામે ₹152.59 કરોડનું આવક પ્રાપ્ત થઈ, જે ગયા વર્ષેના ₹125.28 કરોડની તુલનામાં 21.80% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
•ટિકિટ નિરીક્ષણ આવક
ટિકિટ નિરીક્ષણ આવકમાં પણ સુધારો થયો છે, જે ₹2.43 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષની ₹1.82 કરોડની સરખામણીએ 33.52% વધુ છે.
BDU (બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ) ના પ્રયાસો:
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના અવિરત પ્રયાસોના પરિણામરૂપ, પાંચ માલ વહન ટર્મિનલોએ પોતાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ માસિક માલ વહન આવકનો આંક નોંધાવ્યો છે.
•ચંડીસર (ATGC) ખાતે મેસર્સ અલ્ફા ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડનું GCT: ₹3.36 કરોડ.
•મેસર્સ નવકાર કોર્પોરેશન લિમિટેડ (NCLW) નો GCT: ₹10.43 કરોડ.
•મેસર્સ કૉન્ટિનેન્ટલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWCJ) ન્હાવા શેવા: ₹5.29 કરોડ.
•સણોસરા માલ ટર્મિનલ (SNSR): ₹9.62 કરોડ.
•શિરવા માલ ટર્મિનલ (SRVA): ₹11.37 કરોડ.
નવા યાતાયાત સ્ટ્રીમ અને નવીનતા
•નવું ઉત્પાદન (New Commodity): પ્રથમ વખત ડેડિકેટેડ રેફ્રિજેરેટેડ “રીફર” કન્ટેનર રેકને સફળતાપૂર્વક MHPL–સાણંદથી પિપાવાવ બંદર માટે લોડ કરી રવાનગી અપાઈ, જેના પરિણામે ₹6.57 લાખનું આવક પ્રાપ્ત થઈ, નવું પ્રારંભિક બિંદુ (New Originating Point): ગાંધીધામ (GIMB) થી આજરા (AZA), એન.એફ. રેલવે માટે મિશ્રત માલનો નવો રેક લોડ કરવામાં આવ્યો, જેનાથી ₹85.75 લાખનું આવક પ્રાપ્ત થઈ.
નવા ગ્રાહકો અને આવક:
•સાણોસરા પરથી નાગદા અને ગઢવા રોડ ખાનગી સાઇડિંગ માટે ઔદ્યોગિક મીઠાના ચાર રેક લોડ કરવામાં આવ્યા, જેના દ્વારા 2.34 કરોડનું આવક પ્રાપ્ત થઈ.
•કંડલા પોર્ટ અને કાંડલા પોર્ટ ડોક રેલ ટર્મિનલથી એનપીકે ખાતરના બાર રેકમાંમાંથી છ-છ રેક લોડ કરવામાં આવ્યા, જેના પરિણામે 5.30 કરોડ ની આવક થઈ.
•સનોસરા પરથી બે બેન્ટોનાઇટના રેક BOST વૈગનમાં રંગાળી (પૂર્વ તટીય રેલવે) તેમજ કરિગનુરુ (દક્ષિણ પશ્ચિમ રેલવે)ની પ્રાઇવેટ સાઇડિંગ માટે લોડ કરવામાં આવ્યા, જેના પરથી ₹1.30 કરોડનું આવક પ્રાપ્ત થઈ.
ટિકિટ ચેકીંગ આવક
•અમદાવાદ સ્ટેશને ત્રણ ફોર્ટ્રેસ ચેકિંગ યોજાઈ હતી, જેમાં 31 ટિકિટ ચેકિંગ સ્ટાફ સામેલ હતા. આ તપાસોમાં 657 બિનમાન્ય મુસાફરોના કેસો મળી આવ્યા હતા અને તેમની પાસેથી ₹4.42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
•અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, પાલનપુર, સાબરમતી, મણિનગર અને વિરમગામ ખાતે આઠ વિશેષ ફોર્ટ્રેસ ચેકિંગ યોજાઇ હતી, જેમાં 2015 બિનમાન્ય મુસાફરોના કેસ ઝડપી લેવામાં આવ્યા અને તેમની પાસેથી રૂ.14.49 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
•નવેમ્બર 2025માં ટિકિટ ચેકિંગ દ્વારા ₹2.43 કરોડનું આવક પ્રાપ્ત થઈ, જે 0.33 લાખ કેસ પર આધારિત છે. આ ₹2.35 કરોડના લક્ષ્યાંકથી 3.40% વધારે છે.
•રેલવે પરિસરોને ગંદા કરનારા મુસાફરો સામે અભિયાન ચાલુ રાખતાં, ધારા 198 અંતર્ગત 349 કેસોમાં એન્ટી-લિટરિંગ અને એન્ટી-થૂંકવા માટેનો દંડ વસૂલ કરવામાં આવ્યો, જેની રકમ ₹0.68 લાખ છે.
વ્યાપાર આઉટરીચ અને બિન-ભાડા આવક (NFR)”
•લોજિસ્ટિક્સને પ્રોત્સાહન: મંડળ રેલ પ્રબંધક (DRM) એ 27.11.2025ના રોજ કચ્છ વિસ્તારમાં રેલ લોજિસ્ટિક્સને વિકસિત કરવા અને માલવહનની અવરજવર મજબૂત કરવા માટે ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે બેઠક યોજી. જેનો લક્ષ્ય 50 મેટ્રિક ટન યાતાયાત પ્રાપ્ત કરવાનો છે.
•બિન-ભાડા આવક (NFR): નોન-ડિજિટલ જાહેરાત બોર્ડ અને હોર્ડિંગ્સ માટે ઈ-હરાજી દ્વારા ₹2.10 કરોડની સંપતિ ફાળવવામાં આવી. મહેસાણા રેલવે સ્ટેશન પર પાર્કિંગ સ્થળની 03 વર્ષની અવધિ માટે ઈ-હરાજી ₹0.31 કરોડના કરાર મૂલ્યે ફાળવવામાં આવી.


