અમદાવાદના નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે વગર વરસાદે ઉભરાયા ગટરના પાણી અને છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે, આ મામલે સ્થાનિકોએ અવાર-નવાર ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરી છે તેમ છત્તા કામગીરી નહી થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.
રજૂઆતો કોઇ સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ નિકોલમાં જોવા મળ્યો છે, તંત્રની બેદરકારીથી નિકોલના રહીશો પોકારી ગયા ત્રાહિમામ અને નિકોલમાં રોડ પર ગટરનાં પાણી બારે માસ વહેતા જ વહેતા હોય છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. હવે નિકોલવાસીઓનો એક જ મત સમસ્યાનું બીજુ નામ એટલે નિકોલ. ચોમાસાના વરસાદના પાણીની જેમ ગંગોત્રી સર્કલ પાસે ઉભરાયા ગટરના પાણી.
નિકોલના સંસ્કૃત રેસીડેન્સી પાસે જ ઉભરાયા પાણી
સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે, ના તો કોર્પોરેટર ,ના તો ધારાસભ્ય આ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યાં નથી અને આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધ મારે છે અને લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ થયું છે, ત્યારે કોર્પોરેશન પણ આ મામલે નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે, કરોડોના વિકાસ કામો થાય છે તો નિકોલમાં કેમ આવી સ્થિતિ !


