હરિયાણાના પાનીપત જિલ્લામાં એક બાળકીની હત્યા બાદ અન્ય તમામ મોતનો ખુલાસો થયો છે.
મહિલા સાયકો કિલરની ધરપકડ
હરિયાણા પોલીસે પાનીપતમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. બાળકીના મોત બાદ પોલીસે મહિલા સાયકો કિલરની ધરપકડ કરી છે. મહિલાએ પોલીસ પૂછપરછમાં કહ્યુ હતુ કે, જ્યારે પણ તેને કોઇ સુંદર બાળક દેખાતુ હતુ ત્યારે તે તેને મારી નાંખતી હતી. મહિલાએ જણાવ્યુ હતુ કે, પોતાના કરતા કોઇ સુંદર દેખાય તે તેનાથી સહન થતુ ન હતુ. અન્ય કોઇને શંકા ન જાય તે માટે તેણે પોતાના પુત્રની પણ હત્યા કરી દિધી હતી. સુંદર બાળકીઓ તેના ટારગેટ પર હતી.
પોલીસે તપાસ હાથ ધરાઇ
મહિલાએ વધુમાં કહ્યુ હતુ કે, તેણે પોતાના પુત્ર સહિત 3 બાળકોની હત્યા કરી છે. બાળકીની હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આ મહિલા સાયકો કિલરની ધરપકડ કરાઇ હતી. આરોપી મહિલાને સીઆઇએ વન પોલીસ ટીમે ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર સિંહ IPSના નેતૃત્ત્વમાં પાનીપત પોલીસને મોટી સફળતા મળી છે. નૈલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી.
કુલ 4 બાળકોની કરાઇ હત્યા
પોલીસ પૂછપરછમાં મહિલા સાયકો કિલરે કહ્યુ હતુ કે, તેણે કુલ 4 બાળકોને મારી નાંખ્યા છે. જેમાં તેના પુત્રનો પણ સમાવેશ થાય છે. આ તમામ બાળકોને તેણે પાણીમાં ડૂબાડીને માર્યા છે. આરોપી મહિલા સિવાહ ગામની રહેવાસી છે. અને પાનીપત જિલ્લાના બોહડ ગામડામાં તેના લગ્ન થયા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન સેનાના ચીફ Asim Munirના નજીકી ગણાતા મંત્રીએ PMOમાંથી આપ્યુ રાજીનામું, જાણો શું છે મામલો?


