બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડિગ્રીના આધારે મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ પાલનપુર SOG શાખાએ અમીરગઢમાં એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
કઈ રીતે ઝડપાયો બોગસ ડોક્ટર?
SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કપાસિયા ગામમાં એક વ્યક્તિ બિન-માન્ય ડિગ્રી સાથે સારવાર કરતો હોવાની બાતમી મળી. બાતમીના આધારે ટીમે ખારા, અમીરગઢના મેડિકલ ઓફિસરને જાણ કરી તથા સ્થાનિક ફાર્માસિસ્ટ અને બે પંચો સાથે કપાસિયા ગામે આવેલ દવાખાને દરોડો પાડ્યો હતો
કોઇ પણ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો
પોલીસે દિનેશ વાઘાભાઈ વાંસીયા (રહે. વેરા કેદારનાથ રોડ, વાંસીયા વાસ, અમીરગઢ)ને ઝડપી પાડ્યો હતો. તેની તપાસમાં તે કોઇ પણ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું.
જપ્ત મુદ્દામાલ
દરોડા દરમિયાન દવાખાનામાંથી વિવિધ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન, ટેબ્લેટ્સ,અન્ય મેડિકલ સાધનો મળ્યા હતા. પોલીસ દ્વારા કુલ 17,915.62 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
કાયદેસરની કાર્યવાહી
માન્ય મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ દિનેશ વાંસીયા સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો—- Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ


