જૂનાગઢ એલસીબી પી.આઈ. કૃણાલ પટેલ સહિતનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી કે, માંગરોળ હાઈવે ઉપર મોટી માત્રામાં વિદેશી દારુની હેરાફેરી થવાની છે. જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી, અને અહીના પોરબંદર-માંગરોળ હાઈવે ઉપર વરામગામ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક ટ્રક નંબર યુ.પી. ૪૨ ડી.ટી. ૩૧૮૯ ને આવતા જોઇને અટકાવ્યો હતો.
ડ્રાઈવરની ધરપકડ કરીને માંગરોળ મરીન પોલીસમાં ગુનો નોધાયો
અને ટ્રકની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુ ભરેલી 462 પેટી દારુ (5544 બોટલ)નો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે ગણતરી કરીને 48.90 લાખનો દારુ, ટ્રક સહિતનો કુલ 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, આ દારુ લઈને આવેલા યુ.પી.ના અફઝલઅલી સફાતઅલી ચાંદમહમદ મન્સૂરી નામના ડ્રાઈવરની ધરપકડ કરીને માંગરોળ મરીન પોલીસમાં ગુનો નોધાયો છે.


