ભારત અને રશિયાના સંબંધો કેટલા ઉષ્માભર્યા અને ગાઢ છે, તેનો નજારો ફરી એકવાર નવી દિલ્હીમાં જોવા મળ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના ભારત પ્રવાસે શનિવારની સાંજે પાલમ હવાઈ મથકે પધાર્યા છે. આ વખતે તેમનું સ્વાગત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. સામાન્ય પ્રોટોકોલને બાજુ પર મૂકીને, વડાપ્રધાન મોદી પુતિનની આગેવાની કરવા પહોંચ્યા હતા. પુતિનના સન્માનમાં એરપોર્ટ પર સંગીત અને નૃત્યનો રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો.
ત્રણ મહિનામાં બીજીવાર એક કારમાં જોવા મળ્યો મોદી-પુતિન
સ્વાગત સમારોહ પૂર્ણ થયા બાદ જે દૃશ્ય સર્જાયું, તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક જ ગાડીમાં બેસીને એરપોર્ટથી આગળ વધ્યા હતા. આ બીજી વખત છે, જ્યારે આ બંને દિગ્ગજ નેતાઓએ કાર શેર કરી હોય. આ પહેલાં સપ્ટેમ્બરમાં શાંઘાઈ ખાતે એક શિખર સંમેલન દરમિયાન પણ તેઓએ વૈશ્વિક પ્રોટોકોલની ઔપચારિકતાને બાજુ પર મૂકી એક જ કારમાં મુસાફરી કરી હતી.
આ ઉષ્માભર્યા સ્વાગત અને સાથે મુસાફરીએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત-રશિયાના સંબંધો અતૂટ, વિશ્વાસપાત્ર અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્ત્વના છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પ્રથમ ભારત યાત્રા છે, જેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. બંને નેતાઓ ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ રવાના થયા હતા.
https://x.com/ANI/status/1996580048250322974
રાષ્ટ્રપતિ પુતિનનો 4 ડિસેમ્બરના કાર્યક્રમ
સાંજે નવી દિલ્હી આગમન અને વડાપ્રધાન મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. જે બાદ વડાપ્રધાન મોદી પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જે બાદ વડાપ્રધાન મોદીના નિમંત્રણ પર અનૌપચારિક રાત્રિભોજનમાં પુતિન સહભાગી થશે.
રાષ્ટ્રપતિ પુતિનનો 5 ડિસેમ્બરના કાર્યક્રમ
પુતિનનું સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જે બાદ હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો કરશે. વડાપ્રધાન મોદી અને પુતિન ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં ભાગ લેશે. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિમંત્રણ પર રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારોહનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિન મોસ્કો માટે રવાના થશે.
આ પણ વાંચો – Vladimir Putin India visit: પુતિનનું એરપોર્ટ પર PM મોદી દ્વારા સ્વાગત કરાયું


