નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષકે અડપલાં કર્યા હતા અને તરસાલી વડદલા રોડની ખાનગી શાળાનો બનાવ છે, દારૂના નશામાં બાળકોને ભણાવતો હતો વિનોદ અને વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરવામાં આવી છે, કપૂરાઈ પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
શિક્ષક સામે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં શિક્ષણ જગતને શરમમાં મુકી દે તેવી ઘટના આવી બહાર અને તરસાલી વડદલા રોડ પરની ખાનગી શાળાનો કિસ્સો બહાર આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે, શિક્ષકે કરેલા કૃત્યથી શિક્ષણ જગત થયું શર્મસાર અને ખાનગી શાળામાં શિક્ષક દારૂના નશામાં બાળકોને ભણાવતો હોવાના ઉઠ્યા આક્ષેપો, નશાની હાલતમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે.
પોલીસે જાતીય ગુનાઓથી બાળકોને રક્ષણ આપતી કલમ હેઠળ કરી કાર્યવાહી
શિક્ષક વિનોદ બારીયા નશામાં બાળકોને દ્વિઅર્થી ભાષામાં પાઠ ભણાવતા હોવાનું નોંધાયું પોલીસ ચોપડે, વાલીઓએ શિક્ષક સામે વિરોધ નોંધાવી કપૂરાઈ પોલીસમાં મથકે નોંધાવી ફરિયાદ અને કપૂરાઈ પોલીસે આરોપી શિક્ષક વિનોદ બારીયાની કરી અટકાયત, આરોપી શિક્ષક વિનોદ બારીયા સામે પોલીસે જાતીય ગુનાઓથી બાળકોને રક્ષણ આપતી કલમ હેઠળ કરી કાર્યવાહી, આરોપી શિક્ષક વિનોદ બારીયા સામે પ્રોહિબિશનનો નોંધ્યો અલગથી ગુનો.


