સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં રોડ પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMC હવે આ દબાણકર્તાઓ પર કાયમી ધોરણે અંકુશ લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે: દબાણ હટાવ્યા બાદ તે વિસ્તારોમાં CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. તાજેતરમાં, SMC દ્વારા લારી-ગલ્લાં, શાકભાજી વેચનારાઓ અને અન્ય ગેરકાયદે બાંધકામોને હટાવીને રાહદારીઓ માટે માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા અને અસુવિધામાં ઘટાડો થાય.
દબાણકર્તાઓ પર CCTVનો સકંજો
ગેરકાયદે દબાણકર્તાઓને લઈ સુરતના મેયર દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે. મેયરે જણાવ્યું કે આ કાર્યવાહી માત્ર અમુક વિસ્તારો પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના હાર્દ સમા ચૌટા બજારમાં પણ હવે દબાણો દૂર કરવામાં આવશે. જોકે, આ મામલે કાયમી નિરાકરણ લાવવા માટે મેયર દ્વારા દુકાનદારો સાથે ટૂંક સમયમાં મીટીંગ યોજવામાં આવશે, જેથી વેપારીઓ અને નાગરિકો બંનેને અનુકૂળ આવે તેવો ઉકેલ લાવી શકાય. SMCનો આ આકરો મિજાજ શહેરમાં સ્વચ્છતા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચો : Gir Somnath ના તાલાલામાં ફરી ભૂકંપના આંચકા, 1.6 અને 1.4ની તીવ્રતા નોંધાઈ, 10 કિમી દૂર કેન્દ્રબિંદુ


