પુતિન વિશ્વના એવા દિગ્ગજ નેતાઓમાંના એક છે જેમની આસપાસ ઝડબે સલાક અને હાઈટેક સુરક્ષા રહેતી હોય છે. આશ્ચર્યની વાત છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વ્યક્તિગત ફોન છે પરંતુ પુતિન સ્માર્ટફોનથી અંતર રાખે છે.
પુતિન સ્માર્ટફોન કેમ નથી વાપરતા?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતાં. વાસ્તવમાં પુતિન વિશ્વના એવા નેતાઓમાંના એક છે જે મોબાઇલથી અંતર રાખવામાં સમજદારી અનુભવે છે. જોકે 2018માં આ બાબત અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો જે મુજબ કુર્ચેટોવ ન્યુક્લિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા મિખાઇલ કોવલચુકે પુતિનને પ્રશ્ન કર્યો હતો કે દરેક પાસે સ્માર્ટફોન છે પરતું તમારી પાસે નથી આનું કારણ? આનો જવાબ આપતાં, પુતિને કહ્યું કે આ એક ગંભીર ખતરો છે.
સ્માર્ટફોનનો ઉપયોગ સુરક્ષા સાથે ચેડા
આજથી થોડા સમય પહેલા એક રશિયન ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ ખાસ આદત અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે “જ્યાં સુધી હું જાણું છું, પુતિન પાસે ફોન નથી.” તેમણે કહ્યું, “પુતિન માને છે કે સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિની ગોપનીયતા અને સુરક્ષા સાથે ચેડા કરે છે, અને આ એક ગંભીર ખતરો છે, ખાસ કરીને કોઈપણ ઉચ્ચ પ્રોફાઇલ નેતા માટે.”
પુતિન કેવી રીતે વાત કરે છે?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોબાઇલ ફોનથી અંતર રાખે છે એ વાત સ્પષ્ટ થયા બાદ સવાલ એ થાય કે પુતિન અન્ય સાથે સંપર્ક કેવી રીતે કરતાં હશે તો રશિયન સમાચાર એજન્સી તરફથી મળતી માહિતી મુજબ ક્રેમલિનની અંદર મોબાઇલ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વાસ્તવમાં ક્રેમલિન સરકારનું મુખ્ય કેન્દ્ર અને રાષ્ટ્રપતિ પુતિનનું નિવાસસ્થાન છે. તેમણે કહ્યું હતું કે તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. જો તેમને કોઈની સાથે વાતચીત કરવાની જરૂર હોય, તો તેઓ સત્તાવાર ફોન લાઇનનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: Putin જે વિમાનમાં ભારત આવ્યા તેના પર લખેલ “Россия”નો અર્થ શું છે?


