રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે પડોશી દેશ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાનમાં ચર્ચાઓ ચાલી રહી છે કે પુતિન આ મુલાકાત દરમિયાન ભારતને શું ઓફર કરશે અને ભવિષ્યમાં કયા મોટા સોદા થઈ શકે છે. પાકિસ્તાનીઓ પણ એ વાતથી ચિંતિત છે કે પુતિન ક્યારેય તેમના દેશની મુલાકાત કેમ નથી લેતા.
અમે નીચેથી તેમના પર સીટીઓ પણ વગાડી છે
પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ તેમના શોમાં પૂછ્યું, “વ્લાદિમીર પુતિન પાકિસ્તાન કેમ નથી આવતા? તેમણે આવવું જોઈએ. પુતિન ઘણીવાર પાકિસ્તાન ઉપરથી પસાર થાય છે, અને તે કોઈ સંબંધ પણ રાખતા નથી. અમે નીચેથી તેમના પર સીટીઓ પણ વગાડી છે, પણ તેઓ ત્યાં મોદી સાહેબ જોડે હસે છે.
તે આપણને હપ્તે વસ્તુઓ આપવાના મૂડમાં નથી
કમર ચીમાના પ્રશ્નનો જવાબ આપતા, પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, ” આપણે શું કામ છે? આપણે કેમ તેમને બોલાવીએ ? જો તેઓ અહીં આવશે તો અમે તેમને શું કહીશું? ફાઇટર જેટ આપો, તેલ આપો, રશિયા જે કંઈ બનાવે છે તે આપો, લોન પર આપો કે પછી હપ્તા પર આપો. જો તેઓ ભારત જશે, તો ત્યાં રોકડ પર વાત હશે.” જ્યારે તેઓ અહીં આવશે, ત્યારે અમે ભારત જે કંઈ કરશે તે બધું જ લઈશું, ફક્ત દેખાડા માટે. પણ ફરક એટલો જ છે કે આપણે તેમને ક્રેડિટ પર લઈશું, અથવા આપણે કહીશું, કે અમને ગમે તે આપો, કારણ કે આપણે ખૂબ સારા લોકો છીએ. અથવા કદાચ આપણે તેમની પાસેથી હપ્તે હપ્તે લઈશું. તે આપણને હપ્તે વસ્તુઓ આપવાના મૂડમાં નથી, તેથી તે ભારત ગયા અને કહ્યું, સામાન આપો, રોકડ લો, અને વાર્તા ત્યાં સમાપ્ત થઈ જશે.
કોઈ તેમના ખિસ્સા ખાલી કરવા અહી કેમ આવશે ?”
આરઝૂ કાઝમીએ કહ્યું કે જે દિવસે પાકિસ્તાન તેની અર્થવ્યવસ્થાને સુધારશે અને અહીં આવનાર કોઈપણ વ્યક્તિને રોકડ ચૂકવણી કરશે તો લોકો આપણે ત્યાં આવવાનું પણ શરુ કરશે. જ્યારે પણ કોઈ અહીં આવે છે, ત્યારે આપણે તેમને પૂર, ક્યારેક કોવિડ, અને કહીએ છીએ કે અમે ખરાબ પરિસ્થિતિમાં છીએ..તો. કોઈ તેમના ખિસ્સા ખાલી કરવા અહી કેમ આવશે ?”
પુતિન પોતાના સમાન દરજ્જાના લોકો સાથે મળે છે
આરઝૂ કાઝમીએ કહ્યું કે પુતિન પોતાના સમાન દરજ્જાના લોકો સાથે મળે છે. તે જાણે છે કે અમેરિકા ભારતને ના પાડશે, છતાં તે આપણી પાસેથી તેલ ખરીદશે અને ચૂકવણી કરશે. આપણા માટે, જ્યારે તેમનું વિમાન આવશે, ત્યારે આપણે તેના ટાયર પણ તે રવાના થાય તે પહેલાં કાઢી નાખીશું.


