સુરત શહેર સચીન પોલીસે બ્લેકમેઇલિંગના કેસમાં એક વિચિત્ર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ત્રિવેદીને પાસા હેઠળ ડિટેઇન કર્યો છે. રાજેશ ત્રિવેદીએ અડાજણ પોલીસ સ્ટેશનના બ્લેકમેઇલિંગ કેસમાં ફસાયેલા આરોપીઓના પરિવારજનોને ફોન કરીને પોતે લાજપોર જેલના જેલર હોવાની ખોટી ઓળખ આપી હતી. તે પરિવારજનોને ધાક-ધમકીઓ આપીને જેલમાં આરોપીઓને સુખ-સુવિધાઓ આપવાના બહાને તેમની પાસેથી પૈસાની માંગણી કરતો હતો.
પાસા હેઠળ આરોપીની કરી અટકાયત
આરોપી રાજેશ ત્રિવેદીએ જેલર તરીકેની ખોટી ઓળખ આપીને ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાથી, તેના વિરુદ્ધ સચીન પોલીસે કડક કાર્યવાહીના ભાગરૂપે તેને પાસા (પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરીને જેલમાં મોકલી આપ્યો છે.


