પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાંથી મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર-2ના આવશ્યક મરામત કાર્ય માટે તારીખ 8 ડિસેમ્બર, 2025થી આગામી 45 દિવસ માટે મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે ભાવનગર મંડળની અનેક ટ્રેનોનું સંચાલન અસરગ્રસ્ત થશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનોને રદ, શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ અને રિશેડ્યૂલ કરવામાં આવી છે.
રદ કરવામાં આવેલી ટ્રેનોની યાદી – દૈનિક બન્ને ટ્રિપ રદ
- ટ્રેન નં. 59228/59233 – ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર
- ટ્રેન નં. 59267/59268 – ભાવનગર–પાલીતાણા–ભાવનગર
- ટ્રેન નં. 59269/59270 – ભાવનગર–પાલીતાણા–ભાવનગર
- ટ્રેન નં. 59229/59230 – ભાવનગર–બોટાદ–ભાવનગર
- ટ્રેન નં. 59204/59271 – ભાવનગર–બોટાદ–ભાવનગર
અન્ય રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની યાદી
- ટ્રેન નં. 59235/59236 – ધોળા–મહુવા–ધોળા
- ટ્રેન નં. 09529/09530 – ધોળા–ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ
શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન (રાજકોટ સુધી ટૂંકાવાઈ)
- ટ્રેન નં. 19209 – ભાવનગર–ઓખા : દર સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે ભાવનગરને બદલે રાજકોટથી ટર્મિનેટ/ઓરિજિનેટ થશે (અઠવાડિયામાં 4 ટ્રિપ)
- ટ્રેન નં. 19210 – ઓખા–ભાવનગર : દર સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે ઓખાથી ચાલીને રાજકોટથી જ ઓરિજિનેટ થશે (ભાવનગર સુધી નહીં આવે)
(નોંધ: આ બંને ટ્રેનોના સમયપત્રકમાં કોઈ ફેરફાર નથી.)
રિશેડ્યૂલ (મોડી ઉપડનારી) ટ્રેનોની યાદી
- ટ્રેન નં. 12972 – ભાવનગર–બાન્દ્રા ટર્મિનસ : દર મંગળવાર અને ગુરુવારે 2 કલાક 30 મિનિટ મોડી જશે
- ટ્રેન નં. 59558 – ભાવનગર–વેરાવળ : દર શનિવારે તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી જશે
- ટ્રેન નં. 20966 – ભાવનગર–ગાંધીગ્રામ : દર રવિવાર અને ગુરુવારે 30 મિનિટ મોડી જશે
- ટ્રેન નં 19271 – ભાવનગર–હરિદ્વાર : દર ગુરુવારે 3કલાક મોડી જશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે, અસુવિધા ટાળવા માટે મુસાફરી પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા સંબંધિત સ્ટેશન પરથી અદ્યતન માહિતી મેળવી લે.
આ પણ વાંચો – Navsari News: મહિલા સ્વરોજગાર મેળાનું સફળ આયોજન, 300 મહિલાઓએ લીધો ભાગ


