ભાભરની વર્ષો જૂની સરકારી કોલેજની માંગ હતી. વર્ષોથી સરકારી કોલેજ ભાડાના મકાનમાં ચાલે છે જેનું સુવિધા યુકત મોટા બિલ્ડીંગ માટે રૂ. 15.42 કરોડ મંજૂર થતાં લોકો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આજ રોજ સોમવારે ભાભર મુકામે ભાભર-રાધનપુર હાઇવે પર મામલતદાર કચેરીની પાસે નવી બિલ્ડીંગના નિર્માણ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે રૂપિયા 15.42 કરોડના ખર્ચે સરકારી વિનયન કોલેજના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ નવી શિક્ષણ સંસ્થા ભાભર તાલુકા તથા આસપાસના વિસ્તારના યુવાઓ માટે ગુણવત્તા સરભર તેમજ ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડશે અને વિકાસના નવા દ્વાર ખુલશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોર, ભાભરના વેપારી અગ્રણી પોપટલાલ અખાણી, હરિભાઈ આચાર્ય, નગરપાલિકા પ્રમુખ બાલુભા રાઠોડ, ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ ભરત કાપડી, ભાભર એપીએમસી ચેરમેન ગગાજી ઠાકોર, બનાસ ડેરી ડિરેક્ટર રણછોડભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર તથા તાલુકાના આગેવાનો કાર્યકરો તેમજ ભાભર શહેરના વેપારીઓ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


