જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાની એક પોસ્ટે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. આ પોસ્ટમાં ફુમિયો કિશિદાની સાથે કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અમેરિકન ગાયિકા કેટી પેરી એકસાથે છે. ફુમિયો કિશિદાની આ પોસ્ટ બતાવે છે કે ટુડો અને પેરી વચ્ચે અફેર નહી પ્રેમ છે અને આ સંબંધ અફવાઓથી આગળ વધી ગયો છે. ફુમિયો કિશિદાની પોસ્ટે બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાની પુષ્ટિ કરી.
ફુમિયો કિશિદાની પોસ્ટે મચાવી હલચલ
ગુરુવારના દિવસે કિશિદાએ ગુરુવારે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં ટ્રુડો અને પેરી તેમની અને તેમની પત્ની સાથે પોઝ આપતા દેખાય છે. ટ્રુડો ક્રિસમસ ટ્રી પાસે ઉભા છે અને પેરીને તેના હાથમાં પકડી રાખે છે. કિશિદાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના સાથી સાથે જાપાન આવ્યા હતા, અને અમે સાથે લંચ કર્યું હતું…” કિશિદાએ આ પોસ્ટમાં પેરીને ટુડોની સાથી ગણાવતા કેનેડિયન સોશિયલ મીડિયા પર પણ તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
જસ્ટીન ટુડોએ આપ્યો જવાબ
કિશિદાની પોસ્ટ પર જસ્ટીન ટુડોએ પણ પ્રતિક્રિયા આપી. ટ્રુડોએ જવાબમાં લખ્યું. “કેટી અને હું…” જસ્ટિન ટ્રુડોએ ફોટો ફરીથી શેર કરતા લખ્યું, “કેટી અને મને તમારી અને યુકો સાથે સમય વિતાવીને ખૂબ આનંદ થયો.” આ નિવેદનને ઘણા લોકો તેમના સંબંધની બિનસત્તાવાર પુષ્ટિ તરીકે અર્થઘટન કરી રહ્યા છે. ટ્રુડોએ કિશિદાની મિત્રતા અને સારા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.
કિસના વાયરલ ફોટાએ સંબંધો જાહેર કર્યા
અગાઉ ઓક્ટોબર મહિનામાં જસ્ટીન ટુડો અને અમેરિકન ફેમસ સિંગર કેટી પેરીના ફોટા ખૂબ વાયરલ થયા હતા. બંને એક યાટ પર રોમેન્ટિક અને આરામદાયક દેખાતા હતા. વાયરલ ફોટામાં શર્ટલેસ ટ્રુડો કેટી પેરીને ચુંબન કરતા દેખાય છે. સામે આવેલા આ ફોટા બાદથી એ સમયમાં અફવા ઉડી હતી કે જસ્ટીન ટુડો ગાયિકા કેટી પેરી ડેટિંગ કરી રહ્યા છે. કેટી પેરી અને ટ્રુડોના આ ફોટાએ ડેટિંગની અફવાઓને પુષ્ટિ આપી હતી. જેના બાદ હાલમાં કિશિદાની પોસ્ટે ફરી એક વખત ટુડો અને પેરીના સંબંધો પર સમાચારોમાં ચર્ચા થઈ રહી છે.
જસ્ટીન ટુડોના અફેર પર પત્નીની પ્રતિક્રિયા
જયારે જસ્ટીન ટુડો અને કેટી પેરી વચ્ચે અફેર હોવાની અફવા ઉડી હતી. ત્યારે આ અંગે ટુડોની પત્નીએ ભૂતપૂર્વ પત્ની, સોફી ગ્રેગોઇર ટ્રુડોએ નવેમ્બરમાં એક પોડકાસ્ટમાં આ મુદ્દા પર વાત કરી હતી. તેણીએ કહ્યું, “આપણું જીવન અલગ છે, પણ અમારો પરિવાર એક છે… આપણે માણસ છીએ, વસ્તુઓ આપણને અસર કરે છે, પરંતુ આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણા પર નિર્ભર છે.” જણાવી દઈએ કે સોફી અને ટ્રુડો 18 વર્ષના લગ્નજીવન પછી ઓગસ્ટ 2023માં અલગ થઈ ગયા. તેઓ તેમના ત્રણ બાળકો છે.


