અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદાનો ભંગ કરનારા એકમો સામે આજે બે મોરચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલો પર કાર્યવાહી: AMCના ટાઉન પ્લાનિંગ વિભાગે BU પરમિટ (બિલ્ડિંગ યુઝ) અને અન્ય જરૂરી દસ્તાવેજોના અભાવે શહેરની વધુ 13 હોસ્પિટલોને સીલ કરી દીધી છે. આ હોસ્પિટલો ખોખરા, મણિનગર અને ઈન્દ્રપુરી જેવા વોર્ડમાં આવેલી છે. AMCએ સ્પષ્ટ કર્યું છે કે દર્દીઓની સુરક્ષા અને કાયદાનું પાલન કરવું દરેક હોસ્પિટલ માટે અનિવાર્ય છે.
પ્રદૂષણ ફેલાવનારાઓ સાવધાન
બાંધકામ સાઇટ પર કાર્યવાહી: એક તરફ હોસ્પિટલો સીલ થઈ, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ માટે AMCએ શહેરની 25 બાંધકામ સાઇટ પર તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 7 બાંધકામ સાઇટ પર ધૂળનું પ્રદૂષણ રોકવા માટે ગ્રીન નેટ ન હોવાનું જણાતા, AMCએ નિયમ ભંગ બદલ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ 7 બાંધકામ સાઇટ પાસેથી સંયુક્ત રીતે રૂ. 1.45 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. AMCએ જણાવ્યું છે કે શહેરની સ્વચ્છતા અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Gandhinagar News : સ્થાનિક સ્વરાજ્યની લડાઈ, અમદાવાદ-પાટણ જિલ્લા પંચાયતોમાં બેઠકોનું રોટેશન જાહેર


