ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો-ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. અંબાલાલ પટેલના મતે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે.
વાદળછાયું વાતાવરણ ઠંડી વધારશે
આ ઉપરાંત, ઉત્તર ભારતમાં પણ આ વર્ષે રેકોર્ડ તોડ ઠંડી પડવાની શક્યતા છે. લા નીનોની અસરને કારણે જાન્યુઆરી મહિના સુધી ઠંડીનો સખત અનુભવ થતો રહેશે. ઠંડીના આ માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક આગાહી એ છે કે 24થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું (કમોસમી વરસાદ) થવાની શક્યતા છે. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અંતમાં, તેમણે જણાવ્યું કે ઉત્તરાયણના પર્વ દરમિયાન પણ ઠંડીની સાથે પવનની તીવ્રતા વધુ રહેશે, જે પતંગ રસિયાઓ માટે પડકારરૂપ બની શકે છે.
આ પણ વાંચો : Ahmedabad માં AMC ની કાર્યવાહી, BU અને દસ્તાવેજના અભાવે 13 હોસ્પિટલો સીલ, પ્રદૂષણ ફેલાવતા 7 બાંધકામ સાઇટ દંડાઈ


