બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઇવે પર ખોરડા પાટિયા નજીક એક ચાલુ ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે પાલિકાની ફાયર ટીમ મદદ માટે સ્થળ પર પહોંચે તે પહેલાં જ સમગ્ર ઈકો કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે એક મોટી દૂર્ઘટના ટળી
સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે કાર સંપૂર્ણપણે નાશ પામવાને કારણે મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


