અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખવાના મામલે ઝોન-6 LCB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક આરોપીની હથિયાર અને જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે. ઝોન-6 LCB દ્વારા આરોપી મોહમ્મદ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા એક તમંચો અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
હથિયાર અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમ્મદ સૈયદ અગાઉ શિવા મહાલિંગમની ગેંગ સાથે સંકળાયેલો હતો. પોલીસે તેની પાસેથી હથિયાર ક્યાંથી મેળવ્યું હતું અને તેનો ઉપયોગ શા માટે કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


