કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમા ગામ પાસે આવેલી આશાપુરા ટેકરી નજીક એક વ્યક્તિ બોરવેલમાં ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકનો જીવ બચાવવા માટે ફાયર વિભાગની ટીમ અને અન્ય જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોલીસ,પ્રાંત અધિકારી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા
બોરવેલમાં ફસાયેલા યુવકને સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. સ્થળ પર પોલીસ, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


