આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટ શહેર રોમાંચ અને ઉત્સાહથી ધબકતું બન્યું હતું. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમે અટલ સરોવર ખાતે ભવ્ય એર શોનું આયોજન કર્યું હતું. સૂર્યકિરણ ટીમે આકાશમાં પોતાના અદ્ભૂત અને દિલધડક કરતબો રજૂ કરીને મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને અચંબિત કરી દીધા હતા.
અટલ સરોવર ખાતે યોજાયો હતો એર શો
ફાઇટર જેટ્સના સિગ્નેચર ફોર્મેશન અને સાહસિક દૃશ્યોના કારણે રાજકોટના આકાશમાં એક ભવ્ય નજારો સર્જાયો હતો. એર-શોના આ આકાશી દૃશ્યો લોકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યા હતા. આ સફળ આયોજનથી વાયુસેનાની શક્તિ અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટેની પ્રેરણા મળી હતી.


