ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીકથી ત્યજી દીધેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસે મોટો ભેદ ઉકેલ્યો છે. પોલીસે જાહેર કર્યું છે કે આ બાળકીને હોસ્પિટલમાં લાવનાર વ્યક્તિ મોહનસિંહે જ ખોટી સ્ટોરી ઉપજાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીને 16 વર્ષની એક યુવતીએ જન્મ આપ્યો હતો. જે મોહનસિંહના પરિચિતની પુત્રી છે.
બાળકીને હોસ્પિટલ લાવનારે જ ઉપજાવી હતી સ્ટોરી
મોહનસિંહ અને તેમના પત્ની નિઃસંતાન હોવાથી, આ બાળકીને સંતાન તરીકે મેળવવાના ઇરાદે તેમણે બાળકી રસ્તા પરથી મળી હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી. પોલીસે બાળકીને હોસ્પિટલ લાવનાર મોહનસિંહ સહિતના તમામ સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાળકી હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


