ગાંધીનગર નજીક રાંધેજા ચોકડી પાસે ગઇકાલે રાત્રે થયેલા એક અકસ્માતમાં સ્કુટર ચાલકનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
પોલીસની તપાસમાં મૃતક રાજુ લીલારામ સુથાર (ઉવ.48) હોવાનું ખુલ્યુ છે. તે મુળ રાજસ્થાનનો વતની હતો અને હાલ ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલ અરિહંતનગર વિસ્તારમાં રહેતો હતો. રાજુ સુથાર ગઇકાલે સાંજે પોતાનું જ્યુપીટર સ્કુટર નંબર જીજે-01-યુપી-9599 લઇને વાસણ ગામથી રાંધેજા તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ બનાવમાં રાજુ સુથારને માથાના ભાગે તથા હાથના ભાગે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં માથામાં થયેલી ગંભીર ઇજા જીવલેણ સાબિત થતા તેનું આઇસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બનાવ અંગે પોલીસે રાજુ સુથારના ભાઇ નારાયણલાલ સુથારની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


