ગુજરાતમાં ફરીવાર ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં 10થી 15 કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો છે. રાજ્યમાં સૌથી ઓછું 10.06 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે.
નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું
ગુજરાતમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ફરીવાર ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. વહેલી સવારે પવનની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં ઉત્તર દિશા તરફથી 10થી 15 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાના શરૂ થયા છે. જેના કારણે ફરીવાર ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 10.06 ડિગ્રી નોંધાયું છે.નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે.
આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે
રાજ્યમાં અમદાવાદમાં 16.4, ડીસા 13.5, ગાંધીનગર 16.0, ભુજમાં 13.5, વડોદરામાં 13.4, ભાવનગરમાં 16, રાજકોટમાં 14 અને પોરબંદરમાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે.


