અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર એક શખ્સે મોડી રાતે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં આરોપીને પકડવા ક્રાઈમ બ્રાંચ સક્રિય થઈ હતી અને ચાર જ દિવસમાં માનસિક રીતે વિકૃત આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી સામે 15 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી સામે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
રિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપીનો પોલીસકર્મી પર હુમલો
દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મોઈનુદ્દિનને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને નીકળી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હતી. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
દિવ્યાંગ યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
ગત નવેમ્બરની 26 તારીખે મોડી રાત્રે દાણીલીમડામાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર આરોપીએ તકનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી તે મોડી રાત્રે પોતાના મકાનમાંથી નીચે ઉતરી ગઈ હતી. આ યુવતી ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુરમાં કહેતા કુખ્યાત આરોપી મોઈનુદ્દિને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.


