દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જામ ખંભાળિયા શહેરમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના બજાણા રોડ પર એક બાઇકચાલકને આખલાએ અડફેટે લીધો હતો. જે કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જે બાદ બાઈકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જામ ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો
હાલ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી ઘણા શહેરોના નાગરિકો પીડાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. આવામાં દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યાં એક આખલાએ બાઈકચાલકને અડફેટે લીધો હતો.
જામ ખંભાળિયાના બજાણા રોડ પરની ઘટના
આ અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના જામ ખંભાળિયાના બજાણા રોડ પર બની હતી. શહેરમાં દિવસેને દિવસે આખલાનો ત્રાસ વધવાના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકો દ્વારા રખડતા ઢોર પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


