મૂળ મહારાષ્ટ્રની અને હાલમાં લંડનમાં વસવાટ કરતી 62 વર્ષીય સુનંદા માલુસરે વડોદરાની ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયા ત્યારે તેમનું મરૂન રંગનું પર્સ ચોરાયું હોવાની ઘટના બની છે પર્સમાં 17–18 તોલા સોનાના દાગીના, 41,000 રોકડ અને એક ડેબિટ કાર્ડ હતા. અંદાજે 7.56 લાખની મતા હોવાનું બહાર આવ્યું છે.
ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા
સુનંદા અને તેમના પરિવારજનો 2 ડિસેમ્બરે પુત્રીના લગ્ન માટે વડોદરા આવ્યા હતા અને દંતેશ્વર વિસ્તારમાં હોટેલમાં રોકાયા હતા. 6 ડિસેમ્બરે બપોરે 1.30 વાગ્યે ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા. તેમણે 1.45 વાગ્યે જયશ્રી સિલ્ક સાડી દુકાનમાં સાડીઓ ખરીદી, 2.45 વાગ્યે દુકાનમાંથી બહાર આવ્યા અને સાંજે 6.30 વાગ્યે હોટેલ પર પરત ફર્યા હતા
રાત્રે 10 વાગ્યે પર્સ ગુમ હોવાનો ખુલાસો
રાત્રે 10 વાગ્યે પર્સ ગુમ હોવાનો ખુલાસો થયો હતો. પર્સમાં સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ, સોનાના કાનના ઝુમખા તથા 41,000 રોકડ એક્સિસ બેંક ડેબિટ કાર્ડ સહિતની મતા હતી
પોલીસની કાર્યવાહી
આ મામલે સુનંદા બહેને વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો—- SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 99.76 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી


