પાકિસ્તાનના રક્ષા બળના પ્રમુખ અને આર્મી ચીફ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે સોમવારે 8 ડિસેમ્બરે કહ્યુ કે પાકિસ્તાન શાંતિપૂર્ણ દેશ છે, પરંતુ ચેતવણી આપી હતી કે કોઈને પણ ઇસ્લામાબાદની પ્રાદેશિક અખંડિતતા અથવા સાર્વભૌમત્વને પડકારવાની મંજૂરી આપવામાં આવશે નહીં.હકીકતમા પાકિસ્તાન પહેલા સીડીએફના રૂપમાં નિયુક્ત થવા પર મુનીરને સમ્માનિત કરવા માટે મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. ‘ગાર્ડ ઓફ ઓનર’નું નિરીક્ષણ કર્યા પછી સશસ્ત્ર દળોના અધિકારીઓને સંબોધતા મુનીરે એમ પણ કહ્યું કે કોઈપણ હુમલાના કિસ્સામાં પાકિસ્તાનનો જવાબ ‘ખૂબ જ ઝડપી અને કડક’ હશે.
આપને જણાવી દઇએ કે પહેલગામ હુમલાના પ્રતિશોધમાં ભારતે સાત મેએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરામાં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવતા ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતુ. આ હુમલા બાદ 4 દિવસ સુધી જોરદાર ઝડપ થઇ.જે 10 મેએ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ સાથે સમાપ્ત થઇ. મુનીરે ફરીને ફરી એક વાતને કહી કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે, પરંતુ ચેતવણી આપી હતી કે કોઈને પણ દેશની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકવાની અથવા તેના સંકલ્પની કસોટી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તાલિબાનને મુનીરની સલાહ
પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવને લઇને કહ્યુ કે કાબુલમાં અફઘાન તાલિબાન શાસને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમણે કહ્યુ કે (અફઘાન) તાલિબાન પાસે ફિત્ના અલ-ખ્વારીજ (TTP) અને પાકિસ્તાન વચ્ચે પસંદગી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાની સરકારે ગયા વર્ષે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને ‘ફિત્ના અલ-ખ્વારીજ’ તરીકે સૂચિત કર્યું હતું.જે ઇસ્લામિક ઇતિહાસમાં એક એવા સમૂહનો સંદર્ભ છે જે હિંસામાં સામેલ હતો.
સીડીએફની રચના બિલ 2025માં કરવામાં આવેલા ફેરફારો બાદ કરાઇ
ફીલ્ડ માર્શલ મુનીરે પહેલા સીડીએફના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે. સરકારે મુનીરની નવી ભૂમિકામાં નિયુક્તિ માટે પાંચ વર્ષના કાર્યકાળને લઇને પાછલા અઠવાડિયે સૂચના જાહેર કરી હતી, સાથે જ તે સેના પ્રમુખના રૂપમાં પણ કાર્ય કરશે. સીડીએફની રચના ગયા મહિને 27મા બંધારણીય સુધારા અને ત્યારબાદ પાકિસ્તાન આર્મી, એરફોર્સ અને નેવી (સુધારા) બિલ 2025માં કરવામાં આવેલા ફેરફારો બાદ કરવામાં આવી હતી.


