તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ બે દિવસીય ભારત યાત્રા પર આવીને ગયા. આ દરમિયાન પીએમ મોદી સાથે મુલાકત કરી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના આમંત્રણ પર ડિનરમાં પણ સામેલ થયા હતા. પરંતુ પુતિન સ્વદેશ એટલે કે પોતાના દેશ રશિયા પરત ફર્યા છે. પુતિન ભારતના કલ્ચરથી ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. પત્રકારો સાથે વાતચીતમાં પુતિને ભારતના જોરદાર વખાણ કર્યા છે. ભારત આવ્યા બાદ પુતિન ભારતની વિવિધતાના દિવાના થઇ ગયા છે.
ભારતમાં અનેકતામાં એકતા છેઃ પુતિન
પુતિને કહ્યુ કે હું ગયા અઠવાડિયે ભારતની યાત્રા પર હતો.જ્યાંની આબાદી દોઢસો કરોડની નજીક છે. આ વસ્તીનો ફક્ત એક તૃતીયાંશ ભાગ હિન્દી બોલે છે, જ્યારે બાકીના અન્ય ભાષાઓ બોલે છે. ક્યારેક તેઓ એકબીજાને સમજી પણ શકતા નથી.તેમણે કહ્યુ કે ભારતમાં અનેકતામાં એકતા છે. ભારત અને રશિયા દેવા સાંસ્કૃતિક આધાર વાળા દેશોમાં અનેકતામા એકતાના ઉદાહરણ તરીકે જોવુ જોઇએ.
પુતિને ભારતના કર્યા વખાણ
રશિયાના રાષ્ટ્રપતિ રશિયા પાછા ફર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભારતના જોરદાર વખાણ કર્યા હતા. ભારતની એકતાને લઇને પણ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ કે ભારતમાં અનેકતામાં એકતા છે અને ભારત અને રશિયા જેવા સાંસ્કૃતિક આધાર વાળા દેશોને અનેકતામાં એકતાના ઉદાહરણ તરીકે જોવુ જોઇએ. પુતિને આ વાત ત્યારે કહી જ્યારે તેમને ભારતમાં અનેકતામા એકતા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો.


