કટકમાં રમાયેલી પહેલી T20Iમાં હાર્દિક પંડ્યા દક્ષિણ આફ્રિકા સામે દિવાલની જેમ ઉભો રહ્યો. તેણે પહેલા બેટથી દક્ષિણ આફ્રિકન બોલરોને ફટકાર્યા અને બાદમાં બોલથી ડેવિડ મિલરની મહત્વપૂર્ણ વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકા સામેના તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી, હાર્દિક પંડ્યાએ સાબિત કર્યું કે તે શા માટે વાઈટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે આટલો મહત્વપૂર્ણ છે. કટકમાં મેચ બાદ હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માનો પણ ખાસ ઉલ્લેખ કર્યો.
કટકમાં ચમક્યો હાર્દિક પંડ્યા
અડધી ટીમ ડગઆઉટમાં પાછી ફરી હતી ત્યારે હાર્દિક પંડયાની મેદાનમાંએન્ટ્રી થઈ હતી જેમાં 210.71 ના સ્ટ્રાઈક રેટથી રમતા તેણે માત્ર 28 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની વિસ્ફોટક ઇનિંગમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો
પોતાના જોરદાર બેટિંગ પ્રદર્શન પછી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 2 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી, જેમાં ડેવિડ મિલરની વિકેટ સામેલ હતી. બેટ અને બોલ બંને સાથેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
હાર્દિકના મનમાં શું ચાલી રહ્યું હતું?
દક્ષિણ આફ્રિકા સામેની મેચનો હીરો બન્યા પછી, હાર્દિક પંડ્યાએ તેની રમત પાછળની માનસિકતા સમજાવી. પોતાની માનસિકતા વિશે, પંડ્યાએ કહ્યું કે તેનો હેતુ દરેક મેચ સાથે વધુ મજબૂત અને સારો બનવાનો છે. તેણે સમજાવ્યું કે જ્યારે પણ તે બેટિંગ કરવા માટે આવે છે, ત્યારે તે એ વિચારીને આવે છે કે સ્ટેડિયમમાં રહેલા ચાહકો તેને બેટિંગ કરતા જોવાની રાહ જોઈ રહ્યા છે.
ગર્લફ્રેન્ડ માહિકા વિશે આ વાત કહી
ગર્લફ્રેન્ડ મહિકા શર્માનો ઉલ્લેખ કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું, “હું ખાસ કરીને તેના વિશે વાત કરવા માંગુ છું. જ્યારથી તે મારા જીવનમાં આવી છે, ત્યારથી મારા માટે બધું સારું રહ્યું છે.
આ પણ વાંચો -IPL 2026 Auction : ગ્રીનની ડિમાન્ડ; ચેન્નાઈ અને કેકેઆર ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવશે


