ભરૂચ શહેર અને ત્રાલસા ગામમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઉકેલ્યો છે. તપાસમાં LCBએ સિકલીગર ગેંગના બે સભ્યોને રૂ. 1,37,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
વિગતો
વિગત મુજબ, નવેમ્બર 2025ના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસા ગામમાં રાત્રિના સમયે બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 1,87,500ની ચોરી થઈ હતી.
તેઓ માસિયાઈ ભાઈઓ છે
LCBની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ આ સિવાય ઓગસ્ટ 2023માં હિતેષનગર સોસાયટી, ભરૂચમાં થયેલી ઘરફોડ ચોરીની કબૂલાત પણ કરી. બંનેએ સ્વીકાર્યું કે તેઓ માસિયાઈ ભાઈઓ છે અને અગાઉ સગાઓ સાથે ચોરી કરતા હતા. તેઓ ભરૂચ વિસ્તારમાં જાણકાર હતા, જેના કારણે અહીં ચોરી કરવા સફળ રહ્યા.
ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ
તપાસમાં એ પણ સામે આવ્યું કે જસબીરસિંહ ટાંક હૈદરાબાદ રાજ્યના કામારેડી જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2024ની ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ છે. પોલીસે તેમના પાસેથી 30,000 રોકડા, એક ચાંદીનો ઝુડો, બાઇક મળીને કુલ રૂ. 1,37,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આગળની કાર્યવાહી
LCB ટીમે બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી હૈદરાબાદ સહિતના સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો


