લાંબા સમયથી ભાગેડુ ધવલ ભરવાડની આખરે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધવલ ભરવાડ વિરુદ્ધ થોડા દિવસ પહેલાં શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ભાવનગરના એક જાણીતા તબીબ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધવલ ભરવાડે ડોક્ટર પાસેથી નવી કાર ભાડા કરાર પર લીધી હતી અને ત્યાર બાદ તે કાર અન્ય જગ્યાએ ગીરવે મૂકીને પૈસા કમાતો હતો.
તબીબ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ધવલ ભરવાડે આ જ રીતે અલગ-અલગ જિલ્લાના ચાર વ્યક્તિઓ પાસેથી કાર મેળવી હતી. LCB દ્વારા આજે ધવલ ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અન્ય કારો કબજે કરવા અને આ સમગ્ર કૌભાંડની ઊંડી તપાસ કરવા માટે રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ અન્ય કાર માલિકો માટે પણ એક ચેતવણીરૂપ છે.


