સુરતના રાણી તળાવ પાસે કબુતર ખાનામાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે, ફાયર ફાયટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, ગ્રાઉન્ડ પ્લસ એક ફ્લોરના મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે અને સ્લેબ ધરાશય તથાં બે લોકો દટાઈ ગયા હતા, બનાવની જાણ થતાં જ ઘાંચીશેરી અને નવસારી બજારની 4 ફાયરની ગાડીઓ આવી પહોંચી હતી.
ઘટનામાં કોઈ જાનહાની નહી
ફાયરના જવાનોએ ડટાયેલા બંને વૃદ્ધોને બહાર કાઢયા હતા અને બંને વૃદ્ધોને સામાન્ય ઇજાઓ તથા તેઓએ હોસ્પિટલ જવાની ના પાડી હતી, મકાન જૂનું હતુ કે નવું અને બાંધકામને લઈ સુરત કોર્પોરેશને તપાસ શરૂ કરી છે, જો કે આ સમગ્ર ઘટનામાં જાનહાની નહી થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.


