વડોદરાના સમા વિસ્તારમાં આવેલા નિર્માણાધીન બ્રિજ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરના સગીરનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ 15 વર્ષનો સગીર પોતાના પરિવારને કોઈ પણ જાણ કર્યા વગર બાઈક લઈને ઘરની બહાર નીકળ્યો હતો. તે જ્યારે સમા નિર્માણાધીન બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઈક પરથી કાબૂ ગુમાવતા સગીર જોરદાર રીતે જમીન પર પટકાયો હતો.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
અકસ્માત એટલો ગંભીર હતો કે સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ લોહી વધુ વહી જવાના કારણે અને ગંભીર ઈજાઓને લીધે સગીરનું ટૂંકી સારવાર દરમિયાન અથવા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. સગીર વયના બાળકોને વાહન આપવું અથવા તેમની જાણ બહાર વાહન લઈને નીકળવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. બ્રિજની આસપાસ ચાલી રહેલી કામગીરી અને સાંકડા રસ્તાઓ વચ્ચે બાઈક સ્લીપ થવાની આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામેલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો : Aravalli માં પ્રેમલગ્નને લઈને ભડકો, બાયડના રમોસ ગામે બે પક્ષો વચ્ચે મારામારી, યુવકના પરિવારજનો ઇજાગ્રસ્ત


