અંબાજી-અમદાવાદ રૂટ પર ફરજ બજાવતા અંબાજી ડેપોના કંડક્ટરે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
રોકડ ભરેલું પર્સ મળી આવ્યું
કંડક્ટર પ્રભુભાઈ પ્રજાપતિ અને ડ્રાઈવર દીવનસિંહ ફરજ પર હતાં ત્યારે તેમને બસમાં સોનાની ચેન અને રૂ. 12,800 રોકડ ભરેલું પર્સ મળી આવ્યું.
પર્સ અને સોનાની ચેન વડાલીના એક મુસાફરને તરત જ પરત કરી
કંડક્ટર પ્રભુભાઈએ આ પર્સ અને સોનાની ચેન વડાલીના એક મુસાફરને તરત જ પરત કરી. તેમના આ કાર્યને લઈને અંબાજી ડેપો પરિવારે કંડક્ટર પ્રભુભાઈને શુભેચ્છા પાઠવી હતી.


