સિદ્ધપુર તાલુકાના સેહસા ગામની અંદર કાકોશી તરફ્ના માર્ગ પર આવેલ એક બંધ મકાનને દિનદહાડે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી અંદરથી રોકડ રકમ સહિત ઘરેણાંની ચોરી કરી ગયા અંગેની ફરીયાદ કોકોશી પોલીસ મથકે નોંધાઈ છે.
સિદ્ધપુર તાલુકાના અને કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ સહેસા ગામે કાકોશી માર્ગ પર આવેલ એક મકાનના માલિક રાજુજી બાલાજી ઠાકોર ડ્રાઈવર હોવાથી ગાડી લઈને બહાર ગયા હતા તેમજ બાળકો અભ્યાસ કરવા ગયા હતા અને તેમની પત્ની સિદ્ધપુર ગયેલ હોવાથી મકાન બંધ હતું તે દરમિયાન દિનદહાડે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ ઘરમાં રહેલી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના રૂપિયા 1.15 લાખના ઘરેણાં તેમજ 35 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે જાણ કરતા કાકોશી પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી ડોગ સ્ક્વોડની મદદથી અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


