પાટણ શહેરમાં એક ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરતી મહિલા અને પેઢી માલિક પેઢીમાં હાજર હતાં તે વખતે બે શખ્સોએ પેઢીમાં આવી બહારથી દુકાનનું શટર બંધ કરી મહિલાને છરી બતાવી તેઓ જેમ કહે તે રીતે કરવાનું દબાણ ઊભું કરી પેઢીના માલિક સાથે મહિલાને બિભત્સ શારિરીક ચેષ્ટાઓ કરાવી તેના વિડિયો અને ફોટા મોબાઈલમાં ઉતારી બ્લેક મેઇલ કરવાના ઈરાદે રૂપિયા 10 લાખની માંગણી કરતા તેઓ પાસે તાત્કાલિક પૈસાની સગવડ ન હોવાથી રોકડ 10 હજાર અને પાંચ કોરા સહીઓ કરાવી ચેક લઈ ગયાં બાદ ફરીથી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતાં મહિલાએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ નામજોગ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
પાટણ શહેરમાં આવેલ એક ખાનગી ફાયનાન્સ પેઢીમાં નોકરી કરતી મહિલા અને પેઢી માલિક પેઢીમાં હાજર હતાં તે સમયે પાટણના અઘાર ગામનો ભયલું ઠાકોર અને રવિ રાવલ નામના બંને શખ્સો પેઢી પર આવ્યા હતા અને ફેટમાંથી છરી કાઢી તમે એકબીજાને પ્રેમ કરો છો તેના ફોટા વિડિયો અમારી પાસે છે જે અમે તમારા પતિને કહીં દેશું અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું તેમ કહી છરી બતાવી અમે જેમ કહીયે તેમ કરવાનું કહીં સોફામાં બેસી જવા કહેતા મહિલા અને પેઢી માલિક બેસી ગયાં હતાં. ત્યારબાદ ગડદા પાટુંનો માર મારી બળજબરીથી મહિલા કર્મી અને પેઢી માલિક વચ્ચે શારિરીક ચેષ્ટાઓ કરાવી તેના વિડિયો અને ફોટા ભયલું ઠાકોર નામના શખ્સે મોબાઈલમાં ઉતારી લીધા હતા. ત્યારબાદ ભયલુંએ કોઈ પરેશ નામના શખ્સને ફોન પર ફોટા અને વીડિયો ઉતાર્યા હોવાની જાણ કરી હતી અને ભયલુંએ તમારા ફોટા વિડિયો તમારા પતિ તથા સોશિયલ મીડિયામાં ન વાયરલ કરવા હોય તો 10 લાખ આપવા પડશે તેમ કહેતા મહિલાએ આટલા પૈસા અમારી પાસે નથી તેમ કહેતા ભયલુંએ ફરીથી પરેશને ફોન કરી આ લોકો પૈસા આપવાની ના પાડે છે કહી ફરીથી વિડિયો ઉતારવો પડશે કહી મહિલા અને પેઢી માલિકને ફરીથી ગડદા પાટુંનો માર મારતાં આબરૂ જવાની બીકે પૈસા આપવાની હા પાડી હતી અને હાલમાં 10 હજાર છે કહેતા 10 હજાર રોકડા લઈ બાકીના પાંચ કોરા ચેક પણ પેઢીના માલિકની સહીઓ કરાવી લઈ ગયાં હતાં અને 10 લાખ 15 ડિસેમ્બર સુધી આપી દેવા કહ્યું હતું અને પોલીસને જાણ કરી તો વિડિયો વાઇરલ કરવાની પણ ધમકીઓ આપી હતી. ત્યારબાદ બીજા દિવસથી અજાણ્યા બે માણસો ફાયનાન્સ પેઢીની પેઢી માલિક અને મહિલા કર્મીની હલચલની આસપાસ રેકી પણ કરાવી હતી. વાયદો પુરો થતા 15 તારીખે મહિલાના ફોન પર પરેશ નામના વ્યક્તિએ વોઈસ કોલ કરી પૈસાની ઉઘરાણી કરતાં મહિલાએ પેઢીના માલિકને જાણ કરતા પૈસાની સગવડ ન થઈ હોવાથી આખરે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ ભયલુ ઠાકોર, રવિ રાવલ, પરેશના નામજોગ અને બે અજાણ્યા માણસો મળી કુલ પાંચ સામે મહિલાએ ફરીયાદ નોંધાવી છે.


