પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાંસાપુર ગામેથી વિદેશી દારૂ ભરીને ઊભેલી ગાડીમાંથી રૂપિયા ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો હતો અને અન્ય બે સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી ગાડી હાંસાપુર ગામના ચોકમાં આવેલી ડેરી પાછળ વાડા વિસ્તારમાં આવવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી અને તેમાં તપાસ કરતા અંદરથી 4,16,610 ની કિંમતના વિદેશી દારૂની કુલ 378 નંગ બોટલો મળી આવતાં પોલીસે પટેલ સૌરભ ઉર્ફે બોડોની ધરપકડ કરી હતી તેમજ રાજસ્થાનથી લકઝરીમાં દારૂ ભરીને મોકલનાર દિનેશ દેવાંશી તથા અજાણ્યા વ્યક્તિ સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે વિદેશી દારૂ સહિત ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ મુદામાલ રૂપિયા 11,17,110 લાખનો કબજે કર્યો છે.


