રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર વોચ રાખવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત SOG પી.આઈ. એફ.એ. પારગીની ટીમ જ્યારે ભાડલા પંથકમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને પાકી બાતમી મળી હતી કે કમળાપુરમાં કલ્પેશ વાઘાણીના ઘરેથી ગેરકાયદેસર દોરીનું વેચાણ થઈ રહ્યું છે.
જસદણમાંથી ઝડપાઈ ચાઈનીઝ દોરી
પોલીસે કમળાપુર ગામે રેઇડ કરતા ઘરના ખૂણે ખૂણે છુપાવેલી 55 નંગ ચાઈનીઝ ફિરકીઓ મળી આવી હતી, લોકોના જીવને જોખમમાં મૂકીને નફો કમાવવાનો ખેલ વેપારીઓ કરી રહ્યાં છે, ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પક્ષીઓ અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થાય છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ આવી દોરી રાખવી કે વેચવી ગુનો છે. પોલીસે આ બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223, 54 અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઝડપાયેલ આરોપી
01-કલ્પેશ ધીરૂભાઇ વાઘાણી (રહે. કમળાપુર)
02- લાલજીભાઇ બાબુભાઇ રોજાસરા (રહે. નાની લાખાવાડ)
મુદ્દામાલ: રૂ. 27,500ની કિંમતનો પ્રતિબંધિત જથ્થો.


