મ્યાનમારમાં ફરી એક વખત ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મ્યાનમારમાં ભૂકંપ 100 કિમીની ઉંડાઇ પર આવ્યો હતો. આ પહેલા પણ 13 નવેમ્બરે, 3.9ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર 11 ડિસેમ્બરે પણ મ્યાનમારમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 10 ડિસેમ્બરે પણ 4.6ની તીવ્રતાનો ભૂકંપના આચંકા અનુભવાયા હતા.
ભૂકંપ માટે સંવદેનશીલ છે મ્યાનમાર
મ્યાનમાર પોતાના લાંબા સમુદ્ર તટની સાથે મધ્યમ અને મોટા તીવ્રતા વાળા ભૂકંપ અને સુનામીથી થનારો ખતરા પ્રતિ સંવેદનશીલ છે.મ્યાનમાર ચાર ટેક્ટોનિક પ્લેટો (ભારતીય, યુરેશિયન, સુંડા અને બર્મા પ્લેટો) વચ્ચે આવેલું છે જે સક્રિય ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓમાં એકબીજા સાથે અથડાય છે.
ટ્રાન્સફોર્મ ફોલ્ટ મ્યાનમારમાંથી થાય છે પસાર
1,400 કિલોમીટર લાંબો ટ્રાન્સફોર્મ ફોલ્ટ મ્યાનમારમાંથી પસાર થાય છે અને આંદામાન સ્પ્રેડિંગ સેન્ટરને ઉત્તરમાં અથડામણ ક્ષેત્ર, સાગાઈંગ ફોલ્ટ સાથે જોડે છે.સાગાઈંગ ફોલ્ટ સાગાઈંગ, મંડલે, બાગો અને યાંગોન માટે ભૂકંપનું જોખમ વધારે છે. જોકે યાંગોન ફોલ્ટ ટ્રેસથી દૂર છે.તેમ છતા ગીચ વસ્તીને કારણે તેનો ખતરો સતત બનતો રહે છે. 1903માં બાગોમાં 7.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેણે યાંગૂનને ખૂબ જ પ્રભાવિત કર્યુ હતુ.
ભૂકંપે મચાવી હતી તબાહી
આપને જણાવી દઇએ કે આ વર્ષે 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે અહિંયા ભારે તબાહી હતી. ભૂકંપને કારણે માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું હતું. 2,700 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ Extra Comment : 100 બાળકોનો ચીની પિતા : અમેરિકામાં ભારે હોબાળો


