ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાતી 5 મેચની ટી-20 સીરિઝની અંતિમ મેચ આવતીકાલે રમાવાની છે. સીરિઝમાં અત્યાર સુધી ભારત 2-1થી આગળ છે. છેલ્લી મેચ ખરાબ હવામાનને કારણે રદ્દ થઈ ગઈ હતી.
ટીમ ઇન્ડિયા આજે અમદાવાદ એરપોર્ટ પહોંચી
ટીમ ઇન્ડિયા આજે અમદાવાદ એરપોર્ટ પહોંચીને ગુજસેલ ખાતે આગમન કર્યું છે. ટીમને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા
રાજ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક
અંતિમ મેચ માટે રાજ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્તેજના જોવા મળી રહી છે.
આ પણ વાંચો—- Gandhinagar : મિલકત સંબંધિત ગુનાના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 13નો પ્રથમ વખત ઉપયોગ થશે, આજીવન કેદની જોગવાઈ


