ફરી એકવાર ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું છે. ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી
ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે
પોલીસ અને એરપોર્ટ સિક્યોરિટી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનાર વ્યક્તિ અથવા સ્ત્રોત વિશે માહિતી મેળવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હાલ મુસાફરોની સુરક્ષા માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.


