ગાંજો સહિતના નશાકારક દ્વવ્યોને તમાકુ સાથે મિક્ષ કરીને ‘ગોગો’ના નામથી જાણિતા રોલિંગ પેપરમાં વિટીંને યુવાનોમાં સ્મોકિંગનું ચલણ વધ્યુ છે. જેને લઈને શહેર પોલીસ દ્વારા ગોગો પેપરને લઇને ડ્રાઇવ શરૂ કરી છે. પૂર્વના વિસ્તારોમાં 13 ગુના નોંધીને કાર્યવાહી કરી છે.
વટવા પોલીસે સદભાવના ચાર માળિયા પાસે શિવમ પાન પાર્લરના ગોગો પેપરનો ધંધો કરતા મુકેશ સરગડાને ઝડપી લીધો હતો. 48 નંગ કબ્જે કર્યા હતા. જ્યારે અજય સરોજ નામના યુવક પાસેથી ગોગો પેપરના 20 નંગ જપ્ત કર્યા હતા. તેમજ બીબી તળાવ પાસે અમુલ સ્ટોર્સ પાર્લર નામની દુકાનમાંથી ગોગા પેપરના 330 નંગ સાથે ઇકબાલ વ્હોરા પકડાયો હતો. જ્યારે રામોલ પોલીસે બંબઇવાળા પાર્લરમાંથી ગોગો પેપરના 60 નંગ સાથે સહેજાદ શેખને પકડયો હતો.
રખિયાલમાં પોલીસે લક્કી ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડીને ગોગો પેપરના 30 બોક્ષ સાથે કૌશરઆલમ શેખને ઝડપ્યો હતો. ઓઢવમાં પોલીસે મહાદેવ પાન પાર્લરમાંથી રાકેશ પટેલને ગોગો પેપરના 54 નંગ સાથે પકડયો હતો. નારોલમાં બી.કે.સ્કુલ પાસેથી જાકીર કિરણા સ્ટોર્સ પરથી ગોગો પેપરના 30 નંગ સાથે મોહમદજાકીર અંસારીને ઝડપી પાડયો હતો. ઇસનપુરમાં પોલીસે પાનવાળી ચાલીના નાકે મુમતાજ કરિયાણાની દુકાનમાંથી પોલીસે ગોગો પેપરના 36 નંગ સાથે મુમતાજ બુખારીને ઝડપી છે.
ગોમતીપુરમાં કાળીદાસ ચાર રસ્તા પાસે આવેલ આઝાદ પાન પાર્લરમાંથી પોલીસે સ્મોકિંગ કોનના 33 નંગ સાથે ફૈજાન ફરૂકીને અને જમજમ પાન પાર્લરમાંથી અબ્દુલ સકીર પઠાણને 55 નંગ સાથે ઝડપ્યો છે. તેમજ આરકે પાન પાર્લરમાંથી મોહમદઅવેઝ મણિયારને સ્મોકિંગ કોનના 12 નંગ સાથે પકડયો હતો. અમરાઇવાડીમાં નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે જય બજરંગ દાળવળા સેન્ટર નામની દુકાનમાંથી પોલીસે ગોગો પેપરના 107 નંગ સાથે રાજેશ પ્રજાપતિને ઝડપીને ગુનો નોધીને કાર્યવાહી કરી છે.


