સાયબર ઠગાઈના ગુનાઓ અટકવવા માટે થઈને રાજ્યના ગૃહ વિભાગે સાયબર સેન્ટર ઓફ્ એક્સલેન્સ વિભાગને મહત્વની જવાબદારી સોંપી છે.
મોટાભાગે સાયબર ઠગાઈના બનાવોમાં ભોગ બનનારના નાણા સાયબર માફ્યિાઓ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે. અને આ એકાઉન્ટને પોલીસની ભાષામાં મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે આ મ્યુલ બેંક એકાઉન્ટમાં જે વ્યક્તિના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે તેના નજીવું કમીશન આપીને તેના એકાઉન્ટમાં સાયબર ઠગાઈના નાણા જમા કરાવવામાં આવતા હોય છે.
ત્યારબાદ એકાઉન્ટ ધારક તે ઠગાઈના નાણા ચેક અને એટીએમ દ્વારા વિડ્રો કરીને આગળના વ્યક્તિને આપે છે અને તે વ્યક્તિ આંગડિયા પેઢી અથવા તો ક્રીપ્ટોના કન્વર્ટ કરીને સાયબર માફિયાઓ સુધી રૂપિયા પહોંચાડતા હોય છે. આથી સ્થાનિક પોલીસ દ્વારા આવા મ્યુલ બેક એકાઉન્ટ ધારકો સામે કડક હાથ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેથી કાગડાપીઠ પોલીસે આવા મ્યુલ બેંક એકાઉન્ટ ધારક એવા 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે. જયારે મણિનગર પોલીસે પણ મોહમંદ ફ્રદીન મોહમંદ અફ્ઝલ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરીને અન્ય ફરાર આરોપી અરબાજ મણીયારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, પૈસાની લાલચ આપી ઠગો લોકોને મ્યુલ એકાઉન્ટની માયાજાળમાં ફસાવે છે.


