ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. આગામી 31મી ડિસેમ્બર પહેલા રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા વિદેશી દારૂના જથ્થાને પોલીસ પકડી રહી છે. ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પસ્તીની આડમાં લવાતો દારૂનો જથ્થો પકડાયો
રાજકોટમાં આગામી 31મી ડિસેમ્બર પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે બાતમીને આધારે મૈસુર ભગત ચોક પાસે દરોડો પાડીને 18.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પસ્તીની આડમાં લવાતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે ખેડા જિલ્લાના ધર્મેન્દ્ર ઠાકોર અને મોહન ભીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટના કેતન રાઠોડ નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. વિશાલસિંહ રાજપૂત દ્વારા આ દારુ ભરેલો ટ્રક આપવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


