મહારાષ્ટ્રમાં બીએમસી ચૂંટણી પહેલા રાજકીય ગરમી વધી રહી છે. શિવસેના UBT અને રાજ ઠાકરેની MNS વચ્ચે બેઠકોની વહેંચણી અંગેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. શિવસેના (UBT)ના વર્તમાન ધારાસભ્યો જેમ કે માહિમ, વિક્રોલી અને શિવાડી જેવી શિવસેનાના હાલના ધારાસભ્ય વાળી બેઠકો પર દાવો કર્યો છે. શિવસેના યુબીટીએ આ બેઠકો ન છોડવાનું એડિયલ વલણના કારણે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી. હવે તેના ઉકેલ માટે ઠાકરે બંધુ સીધી જ વાતચીત કરશે. જે બીએમસી ચૂંટણી પહેલા બંને દળો માટે એક મોટો પડકાર છે.
શિવસેના આ બેઠકો છોડવાનો કરે છે ઇન્કાર
મહારાષ્ટ્ર બીએમસી ચૂંટણી માટે બેઠકોની વહેંચણી હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. રાજકીય પક્ષો હાલમાં ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. મનસેએ વિક્રોલી અને શિવાડી વિધાનસભા મતવિસ્તારમાં બીએમસી બેઠકો પર દાવો કર્યો છે જ્યારે શિવસેના આ બેઠકો છોડવાનો ઇનકાર કરે છે.
બંને પક્ષોના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો અનિર્ણિત રહી છે. જોકે આ ચર્ચાઓ અને બેઠકો નિરર્થક રહી છે. આવી સ્થિતિમાં એ વાત ચોક્કસ છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આગામી દિવસોમાં બેઠક વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મળી શકે છે. હવે આ બંને નેતાઓ બેઠક અને ચર્ચા દ્વારા સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
શિવસેનાએ બેઠક વહેંચણી અંગે શું કહ્યું?
મનસેએ જે ત્રણ બેઠકોની માંગ કરી છે તે હાલમાં શિવસેના (UBT) ના ધારાસભ્યો પાસે છે. શિવસેના (UBT) કહે છે કે મનસેએ તે વિધાનસભા મતવિસ્તારો સિવાય અન્ય કોઈપણ બેઠકોની માંગ કરવી જોઈએ જ્યાં તેમના ધારાસભ્યો છે. તેમણે જીતેલી બેઠકો પર કોઈ વાટાઘાટો થશે નહીં. શિવસેના (UBT) ના નેતાઓનું આ હઠીલું વલણ મનસેને સ્વીકાર્ય નથી.
એક મહિનાથી ચાલી રહી છે વાટાઘાટો
સીટ વહેંચણીની વાટાઘાટોમાં શિવસેના (UBT) તરફથી અનિલ પરબ, વરુણ સરદેસાઈ અને સૂરજ ચવ્હાણ અને મનસે તરફથી બાલા નંદગાંવકર અને નીતિન સરદેસાઈનો સમાવેશ થાય છે. બંને પક્ષોના નેતાઓ છેલ્લા મહિનાથી બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હવે ઠાકરે બંધુઓ એ બેઠકો પર સીધી વાતચીત કરશે જેના પર બેઠકોની વહેંચણી અંગે વિવાદ છે.


