વડોદરા એસ.ટી. વિભાગે મુસાફરોને વધુ આધુનિક અને આરામદાયક સુવિધા આપવાના હેતુથી નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા વડોદરા-અંબાજી રુટ પર આજથી નિયમિત રીતે ઉપલબ્ધ રહેશે.
બસની સમયસૂચિ:
* વડોદરા થી: સવારે 5:45 કલાકે ઉપડશે અને અંબાજી સવારે 11:45 કલાકે પહોંચશે.
* પરત : અંબાજી થી: બપોરે 1:15 કલાકે ઉપડશે અને વડોદરા સાંજે 7:15 કલાકે પહોંચશે.
ભાડું અને બુકિંગ:
* ઓનલાઈન બુકિંગ: રૂ. 539
* ઓફલાઈન/ડાયરેક્ટ ટિકિટ: રૂ. 535
સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ની સુવિધા
આ નવી એ.સી. વોલ્વો બસ સેવાનાં શરૂ થવાથી યાત્રીઓ અને સામાન્ય મુસાફરો માટે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે.


