પાટણ જીલ્લામાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દવાખાના ખોલી બેઠેલા નકલી તબીબો સામે કાર્યવાહી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક વખત પાટણ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે સિદ્ધપુરના સેદ્રાણા ગામેથી બોગસ તબીબને ઝડપી લીધો છે અને મુદ્દામાલ કબજે કરી કાકોશી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ SOG પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમના માણસો સિદ્ધપુરના કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે સેદ્રાણા ગામની અંદર બસ સ્ટેશન પાસે ગ્રામ પંચાયતની સામે આવેલ દુકાનમાં મહેદીભાઈ ઈસ્માઈલભાઈ દાવડા નામનો શખ્સ કોઈ પણ પ્રકારની મેડિકલ સર્ટિ અથવા તબીબી ડિગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતો હોય પોલીસે રેડ કરતા સ્થળ પરથી પોલીસે રૂપિયા 4408 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


